PVC Aadhaar Card 2025: પીવીસી આધારકાર્ડ ઘરે બેઠા મંગાવો આ રીતે આધાર પીવીસી કાર્ડનો ઓર્ડર કરો

આધાર કાર્ડ ને આપણે ઘણી જગ્યાએ ઉપયોગી દસ્તાવેજ છે. PVC Aadhaar Card એ એક મજબૂત પ્લાસ્ટિક થી જે વરસાદ કે ગમે ત્યા ભીંજાઇ જવાથી તેને કઈ પણ થતું નથી. પીવીસી આધારકાર્ડ એ દેખાવે ATM કાર્ડ ની જેવુ જ હોય છે. આપણાં ભારત દેશમાં આધાર કાર્ડ ખુબજ ઉપયોગી અને બધી જ જગ્યાએ મહત્વનું ડોક્યુમેન્ટ માનવામાં આવે છે.

આપણા દેશમાં આધાર કાર્ડ એક મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. PVC Aadhaar Card બધી જગ્યા પર તેને ઓળખપત્ર તરીકે માગવામાં આવે છે. પહેલા તે એક કાગળનું કાર્ડ હતું પરંતુ હવે તમારું આધાર કાર્ડ બદલાઈ ગયું છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ જણાવ્યું હતું કે, માર્કેટમાં જે PVC કાર્ડ બની રહ્યા છે, તે માન્ય નથી. તમારે UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને તેનો ઓર્ડર આપવો પડશે. જાણે તમે કેવી રીતે PVC આધાર કાર્ડ મગાવી શકો છો. તેના પર ઘણા સિક્યોરિટી ફીચર્સથી સજ્જ ફોટોગ્રાફ અને ડેમોગ્રાફિક ડિટેઈલ્સ સાથે ડિજિટલી સાઈન સિક્યોર QR કોડ હશે.

PVC Aadhaar Card મંગાવવા માટે રજીસ્ટર્ડ મોબાઇલ નંબરની પણ જરૂર નથી. તો સૌથી મોટો ફાયદો એ છે કે, તમે તમારા પરિવારના તમામ સભ્યો માટે એક જ મોબાઇલ નંબર પર OTP મંગાવીને PVC આધાર કાર્ડની અરજી કરી શકો છો.

પીવીસી એટલે કે પોલીવિનાઈલ ક્લોરાઇડ આધાર કાર્ડ ફક્ત 50 રૂપિયાની ફી ચૂકવીને મેળવી શકો છો આ કાર્ડમાં સુરક્ષિત QR કોડ હોલોગ્રામ નામ ફોટોકોપી જન્મ તારીખ વગેરે વિગતો રેકોર્ડ કરવામાં આવે છે જો તમારું આધાર કાર્ડ ગુમ ગયું છે તો અમે તમને પીવીસી આધાર કાર્ડ કેવી રીતે મેળવશો તે વિશે જણાવી રહ્યા છીએ

PVC આધારકાર્ડ ઘરે બેઠા મંગાવો આ રીતે

તમારા PVC Aadhaar Card ને ઘરે બેઠા મંગાવવું ખૂબ જ સરળ છે. અહીં તે માટેની પ્રક્રિયા છે:

  1. UIDAIની વેબસાઇટ પર જાઓ: uidai.gov.in અથવા resident.uidai.gov.in પર મુલાકાત લો.
  2. તમારા આધાર નંબર દાખલ કરો: તમારો આધાર કાર્ડ નંબર અથવા વર્ચુઅલ આઈડી દાખલ કરો.
  3. મોબાઇલ નંબર વેરિફાઈ કરો: જો તમારું મોબાઇલ નંબર લિંક નથી, તો “My Mobile number is not registered” વિકલ્પ પસંદ કરો અને તમારું નંબર દાખલ કરો.
  4. OTP વેરિફિકેશન: તમારું OTP દાખલ કરીને વેરિફિકેશન પૂર્ણ કરો.
  5. ફી ચૂકવો: ₹50 ની ફી ઓનલાઈન પેમેન્ટ દ્વારા ચૂકવો.
  6. ઓર્ડર કન્ફર્મ કરો: તમારું ઓર્ડર કન્ફર્મ કરો, અને તમારું PVC આધારકાર્ડ 2 અઠવાડિયામાં તમારા રજિસ્ટર્ડ સરનામે પહોંચશે.

PVC Aadhaar Card ઓર્ડર કરતા પહેલા ધ્યાન રાખવા જેવી બાબતો

પીવીસી આધાર કાર્ડ ઓર્ડર કરતા પહેલા ધ્યાન રાખો કે તમારો આધાર કાર્ડ નંબર અને રજીસ્ટર ફોન નંબર યોગ્ય હોય જો તમને ઓર્ડર સ્તિથિ ટ્રેક કરવાની જરૂર હોય તો તમારો આધાર નંબર અને VID તમારી પાસે રાખો. આવી રીતે આધાર કાર્ડ એક અગત્યનું દસ્તાવેજ છે, હવે તેના વગર લગભગ બધા કામ અટકી જાય છે ત્યારે આધાર કાર્ડ સાથે રાખવા માટે પીવીસી કાર્ડ જરૂરી છે.

Leave a Comment