Namo Drone Didi Yojana Gujarat ભારતની કૃષિ વ્યવસ્થા હવે ટેકનોલોજી સાથે મજબૂત બની રહી છે. તેમાં પણ મહિલાઓનું યોગદાન વધારવા માટે કેન્દ્ર સરકારે શરૂ કરી છે “નમો ડ્રોન દીદી યોજના”, જેનો મુખ્ય ઉદ્દેશ છે ગ્રામિણ મહિલા સ્વયં સહાય જૂથોને (SHG) ટેકનોલોજીથી સશક્ત બનાવવો અને ખેતીમાં નવી ક્રાંતિ લાવવી.
નમો ડ્રોન દીદી યોજના શું છે?
આ યોજના હેઠળ મહિલાઓ ડ્રોનની મદદથી ખેતીમાં ખાતરો અને જંતુનાશકોનો છંટકાવ કરી શકે છે. SHG જૂથોને ખેતી માટે ડ્રોન ઉપલબ્ધ કરાવવામાં આવશે અને તેઓ અન્ય ખેડૂતોને પણ ભાડે આપી આ સેવા આપી શકશે. આથી, મહિલાઓને આર્થિક સ્વાવલંબન તો મળશે જ, સાથે ખેડૂતોને પણ આધુનિક ટેકનોલોજીનો લાભ મળશે.
Namo Drone Didi Yojana Gujarat યોજનાના મુખ્ય હેતુ
- મહિલા SHG ને ટેકનોલોજી તાલીમ અને સાધનો સાથે સશક્ત બનાવવું
- ખેતીમાં ચોકસાઈ લાવવી
- પાક ઉત્પાદન વધારવો
- ડ્રોન દ્વારા ખેતરનું વિશ્લેષણ, ખાતર/જંતુનાશકનો નિયંત્રિત ઉપયોગ
- ગ્રામિણ મહિલાઓ માટે રોજગારના નવા અવસરો ઊભા કરવું
નમો ડ્રોન દીદી યોજનાની ખાસિયતો
- SHG પસંદગી: કૃષિ માટે યોગ્ય વિસ્તારોમાં રહેલા SHG જૂથોને પસંદ કરવામાં આવે છે
- ડ્રોન તાલીમ: SHG ના એક સભ્યને 15 દિવસની ખાસ તાલીમ આપવામાં આવે છે
- આર્થિક સહાય: ડ્રોન ખરીદી માટે ₹8 લાખ સુધીની સહાય અને 3% વ્યાજ સબસિડી સાથે લોન
- ડ્રોન પેકેજ: GPS, કેમેરા, સ્પ્રે એસેમ્બલી, બેટરી, વીમા સહિતનું પેકેજ
- અથોરાઈઝ્ડ અમલીકરણ એજન્સી: રાજ્ય મુજબ મુખ્ય ખાતર કંપનીઓના માધ્યમથી યોજના અમલમાં આવે છે
- ડિજિટલ મોનિટરિંગ: ડ્રોન પોર્ટલ દ્વારા તમામ કામગીરીની દેખરેખ રાખવામાં આવે છે
Namo Drone Didi Yojana Gujarat યોજનાના ફાયદા
- નવી ટેકનોલોજી શીખી ને સ્વાવલંબન
- ડ્રોનથી ખાતર-જંતુનાશકનો ચોક્કસ ઉપયોગ
- પાકની ગુણવત્તામાં વધારો
- જમીનનું ચોકસાઈથી વિશ્લેષણ અને સિંચાઈ વ્યવસ્થાપન
- સ્થાયી આવક અને વ્યવસાયિક વૃદ્ધિના અવસરો
Namo Drone Didi Yojana Gujarat યોજનાની પાત્રતા
- DAY-NRLM હેઠળના સક્રિય મહિલા SHG જૂથો
- ખેતીના અનુભવવાળી મહિલા સભ્યો
- તાલીમ માટે તૈયારી દર્શાવતી મહિલા સભ્ય હોવી જરૂરી છે
નમો ડ્રોન દીદી યોજના માત્ર કૃષિ ટેકનોલોજીનો પ્રવેશ નથી, એ છે મહિલાઓના આત્મવિશ્વાસ અને વિકાસનો રસ્તો. ટેકનોલોજીનો ઉપયોગ કરીને હવે મહિલાઓ માત્ર ઘરની નથી, ખેતરની પણ માર્ગદર્શિકા બની રહી છે.