આધાર કાર્ડમાં મોબાઇલ નંબર લિંક કરતા શીખો, માત્ર 2 મિનિટની અંદર

આધાર કાર્ડ માં મોબાઈલ નંબર કઈ રીતે લિંક કરવો :- નમસ્કાર મિત્રો ઘણા લોકોના મનમાં એવો સવાલ હશે કે આધાર કાર્ડમાં મોબાઇલ નંબર લિંક કઈ રીતે કરવો? અથવા તો ઘણા લોકોના મનમાં એવો સવાલ પણ હશે કે આધાર કાર્ડમાં મોબાઇલ નંબર કઈ રીતે બદલવો? તો મિત્રો આજના આ લેખમાં અમે તમને એ જણાવવાના છીએ કે તમારે આધાર કાર્ડ માં નવો મોબાઈલ નંબર લીંક કરવો હોય તો કઈ રીતે કરવું કે મોબાઈલ નંબર બદલવો કઈ રીતે તેના વિશે સંપૂર્ણ જાણકારી આપવાના છીએ.

પહેલાંના સમયમાં મિત્રો તમારે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લીંક કરવા માટે સરકારી કચેરીએ જવું પડતું પરંતુ હવે મિત્રો એવું નથી તમે ઘરે બેઠા તમારા મોબાઇલ દ્વારા આધારકાર્ડ મોબાઈલ નંબર લીંક કરી શકો છો કે બદલી શકો છો જો તમે પણ એવું ઇચ્છતા હોય કે તમારા મોબાઇલ નંબરની આધારકાર્ડથી લિંક કરવો છે તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.

અત્યારના સમયમાં દરેક વ્યક્તિ પાસે આધાર કાર્ડ બહુ જ જરૂરી છે અને તેની સાથે સાથે આધાર કાર્ડ સાથે ચાલુ મોબાઈલ નંબર પણ લિંક હોવો બહુ જ જરૂરી છે કારણ કે અત્યારના સમયમાં ઘણી જગ્યાએ આધારકાર્ડમાં મોબાઈલ નંબર લીંક ની જરૂર પડતી હોય છે, તમારે કોઈ પણ નાનું મોટું કામ કરાવવું હોય તો તમારે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોવો બહુ જ જરૂરી હોય છે એવામાં ઘણા લોકોએ હજી સુધી મોબાઈલ નંબર લીંક નથી કર્યો, તો તેમને આ લેખ અંત સુધી જરૂરથી વાંચવાનો છે કારણ કે આજે અમે તમને આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કઈ રીતે કરવું તે અમે તમને શીખવવાના છીએ એ પણ તમારા જ મોબાઈલ દ્વારા તમે ઘરે બેઠા મોબાઈલ નંબર ને લીંક કરી શકશો.

આધાર કાર્ડ માં મોબાઈલ નંબર કઈ રીતે લિંક કરવો? 

  • આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરવા માટે સૌપ્રથમ તમારે આધારકાર્ડની અધિકારિક વેબસાઈટ ઉપર જવાનું છે.
  • આધારકાર્ડ ની ઓફિશિયલ વેબસાઈટ https://uidai.gov.in/gu/my-aadhaar-gu/get-aadhaar-gu.html આ છે.
  • સૌપ્રથમ તમારે માત્ર આધાર ના ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ મોબાઈલ નંબર અપડેટ કરો તે વિકલ્પ પસંદ કરવાનો છે.
  • તમારો આધારકાર્ડ નંબર અને ઓટીપી લખવાનું છે જે તમારા નોંધાયેલા મોબાઈલ નંબર ઉપર મોકલવામાં આવશે.
  • જો તમે નવો મોબાઈલ નંબર કરો અને ઓટીપી દાખલ કરો જે નવા નંબર પર ઓટીપી મોકલવામાં આવશે.
  • મોબાઈલ નંબર ચકાસો તે ઓપ્શન ઉપર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારો અપડેટ થયેલ મોબાઈલ નંબર દસ દિવસમાં તમારા આધારકાર્ડ સાથે લિંક થઇ જશે જ્યારે પણ લિંક થશે ત્યારે તમને તમારા મોબાઈલ નંબર ઉપર મેસેજ આવશે.

આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લીંક છે તે કઈ રીતે ચકાસવું?

જો મિત્રો તમને ખબર નથી કે તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લીંક છે અને તમે તે ચકાસવા માંગો છો તો તમારે સૌ પ્રથમ આધારકાર્ડની ઓફિસિયલ વેબસાઈટને ઓપન કરવાની છે,

આ વેબસાઈટ ઉપર જઈને તમારે મોબાઈલ નંબર ચકાસો તે વિકલ્પ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારું આધારકાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે.

ત્યારબાદ તમારા આધારકાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લીંક હશે તેના ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે અને ત્યાં તમને તમારા મોબાઈલ નંબરના પાછળના ચાર દેખાતા હશે જેના દ્વારા તમે જાણી શકો છો કે તમારો કયો મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લિંક છે.

આધારકાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું?

મિત્રો અત્યારના સમયમાં તમે આધારકાર્ડને પણ ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો, જો કોઈ સમયે તમારું આધારકાર્ડ ખોવાઈ જાય છે કે તમારે નવું આધારકાર્ડ ડાઉનલોડ કરવું હોય તો તમે તમારા મોબાઈલ દ્વારા જ આધાર કાર્ડ ની ઘરે બેઠા ડાઉનલોડ કરી શકો છો, જો તમે પણ ઈચ્છો છો કે તમારું આધારકાર્ડ તમારા મોબાઇલમાં ડાઉનલોડ થાય તો તેના માટે સૌ પ્રથમ તમારે આધારકાર્ડ માટેની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જવાનું છે ત્યાં તમને આધારે ડાઉનલોડ ઓપ્શન મળશે તેના પર ક્લિક કરવાનું છે, ત્યારબાદ તમારે તમારો આધારકાર્ડ નંબર અને જે પણ મોબાઈલ નંબર લીંક છે તેના ઉપર એક ઓટીપી આવશે તે દાખલ કરવાનો છે ત્યારબાદ તમે તમારું આધારકાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

Leave a Comment